આઇસીડીએસ વિભાગ તાપી અને વિઝન મેડિકલ ફાઉન્ડેશન ફોર રૂરલ હેલ્થ એન્ડ રિસર્ચ, બારડોલી અને સહયોગ સિકલ સેલ સારવાર, સંશોધન કેન્દ્ર શિશુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, બારડોલી દ્વારા તાપી જિલ્લામાં પ્રથમવાર આંગણવાડીનાં બાળકોનો સિકલ સેલ નિદાન કેમ્પ ગત તા.૧૬ જુન ૨૦૨૩ના રોજ ગ્રામ પંચાયત બોરખડી, તાપી ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં આઇસીડીએસ વિભાગના પ્રોગ્રમ ઓફિસર, શિશુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સિકલ સેલ એક્સપર્ટ, સરપંચ બોરખડી ગ્રામ પંચાયત આ કેમ્પમાં ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને જાગૃત કર્યા હતા. આ કેમ્પ દરમિયાન કુલ ૧૦૮ જેટલા લાભાર્થીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં Sickle Cell trait 24 (22.22%) Sickle Cell disease 1 (0.92%) Normal 83 (76.85%) જોવા મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500