શ્રી સત્યસાઈ સેવા સમિતિ કડોલી-મરોલી વિભાગ દ્વારા દાતાના સહકારથી ડાંગ જીલ્લાને અડીને આવેલ મહારાષ્ટ્રના સુરગાણા તાલુકાના ૭ જેટલા ગામોમાં વોટર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પાણીના બોર કરી ગામમાં પાણીની ટાંકી લગાવી હજારો લોકોની પીવાના પાણીની તકલીફનો કાયમી ઉકેલ કરી આપ્યો છે સાથે દરેક લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી ભરપેટ ભોજન પણ કરાવ્યું હતું.
નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના મરોલીબજાર ખાતે માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર સાથે ભગવાન શ્રી સત્ય સાઈ બાબા આશીર્વાદથી વર્ષોથી તબીબી સેવા આપતા ડો.ચેતન મહેતાના માર્ગદર્શન હેઠળ હસમુખભાઈ પંચાલ અને તેમની ટીમે રવિવાર તારીખ ૭ ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના પછાત અને આદિવાસી વસ્તી ધરાવતા નાશિક જીલ્લાના સુરગાણા તાલુકાના બરડીપાડા, ઘુરપાડા, કરવારપાડા, ગુહી, ગડીપાડા, ખોટરેવસ્તી અને પારવીવાશી જેવા ૭ ગામોમાં પડતી પાણી ની તકલીફને કાયમી દુર કરવા માટે વોટર પ્રોજેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટમાં દરેક ગામમાં પાણીનો બોર કરી આપી પાણીના સંગ્રહ માટે ની મોટી ટાંકી બનાવી આપવાનું કામ છે.
ઉપરોક્ત સાત ગામોમાં પાણીના બોર બનાવી ને ગામની મધ્યમાં લોકોને સગવડ મુજબ ટાંકી બનાવીને પીવાનું સુધ્ધ પાણી મળી રહે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાત ગામોના હજારો માણસોની કાયમ માટે તરસ બુઝ્વવાનું માનવતાના કાર્ય સાથે દરેક લોકોને ભોજન કરવી ને જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મરોલીની આ સેવાભાવી સંસ્થા દર વર્ષે નવસારી અને ડાંગ જીલ્લાના અંતરિયાળ ગામોમાં મેડીકલ કેમ્પ કરે છે સાથે પીવાના પાણી માટેની સુવિધા પૂરી પાડવાનું કાર્ય કરે છે. સુરગાણા તાલુકા પંથકના લોકોએ શ્રી સત્ય સાઈ મંડળના સભ્યોનું પરંપરાગત રીતે સ્વાગત કરી આવકાર આપ્યો હતો સાથે સાથે વડીલોએ અને આગેવાનોએ આભાર માની બાબા ને યાદ કર્યા હતા.(વનરાજ પવાર દ્વારા આહવા ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500