Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તારીખ 8 જુનનાં રોજ શ્રીનરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે

  • June 05, 2024 

લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ તારીખ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયમાં શપથ લઈ શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ મોદી કેબિનેટને વિદાય ડિનર આપશે.


રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રે 8 વાગ્યાથી આ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024નાં રોજ પૂરો થઈ રહ્યો છે. એટલે કે તારીખ 16 જૂન પહેલા નવી સરકારની રચના થઈ જશે. લોકસભા ચૂંટણી 2024નાં  પરિણામોની વાત કરવામા આવે તો ભારતીય જનતા પાર્ટી (BJP)એ સૌથી વધુ 240 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. પરિણામો અનુસાર એનડીએને  292 બેઠકો મળી છે. જોકે આ ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને 234 બેઠકો મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application