Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરના APMC ગેટ બહાર લારીઓના દબાણોને લીધે દુકાનધારકો પરેશાન

  • February 24, 2024 

વ્યારા નગરમાં છેલ્લા કેટલાક સમયથી બિલાડીના ટોપની જેમ છૂટક વિક્રેતાઓ વધી રહ્યા છે જેમાં મેઈન બજારથી લઈ હાઈવેના માર્ગોની આસપાસ પણ ફ્રુટની લારીઓ જમાડવો જોવા મળે છે જેમાં સ્થાનિક કરતા બહારથી ધંધો કરવા આવતા લોકો વધી રહી છે આ લારી ધારકોને નગરપાલિકા લારી ગલ્લા દબાણ વિભાગ દ્વારા ઉભા રહેવા માટે યોગ્ય જગ્યા ન ફાળવતા જ્યાં પણ જગ્યા મળે છે ત્યાં ધંધો કરવા ઊભા રહી જાય છે એજ રીતે વ્યારા એપીએમસી તરફ જતા હાઇસ્કુલ શોપિંગ સેન્ટર તરફના માર્ગ ઉપર જ્યાં પહેલા એક દોકલ લોકલ ફ્રુટની લારીઓ હતી ત્યાં હવે 30થી વધુ લારીઓનો જમાવડો થઈ ગયો છે.


માર્કેટ યાર્ડમાં જવાના આ રસ્તે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે તેમજ બપોરે માર્કેટમાં ભીંડાની હરાજી થતા પીકઅપ ટેમ્પો સહિત માલવાહક વાહનો પસાર થાય છે અને વાહનોની શોર બકોર સાથે ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા લારી ધારકો બુમાબુમ મચાવે છે આ લારીઓનો જમાવટના કારણે શોપિંગ સેન્ટરના દુકાન સંચાલકોને પોતાના વાહનો ઉભા રાખવા માટે પણ જગ્યા રહેતી નથી માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો સહિત સામાન્ય જનતાને પણ પરત ફરતી વેળા ખરીદી અર્થે દુકાનમાં પ્રવેશવા તથા પોતાના વાહનો મૂકવામાં મુશ્કેલી પડતી હોવાથી અહીં ઊભા રહેતા નથી જેથી દુકાનદારકોનો ધંધા ઉપર અસર પડી રહી છે જેને લઈ દુકાનદારો અને લારીધારકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે.


જોકે મજબૂરી વશ ઊભા રહેતા લારીધારકો માટે નગરપાલિકા તંત્ર ધંધા માટે યોગ્ય જગ્યા ન ફળવાતા તેના ભોગે દુકાન ધારકો પરેશાન થઈ રહ્યા છે. જેથી દુકાન ધારકોએ નગરપાલિકા ચીફ ઓફિસરની કચેરીમાં લેખિત આવેદનપત્ર આપ્યું છે જેમાં લારી ધારકોએ યોગ્ય જગ્યાની ફાળવણી કરી, દુકાનની બહાર રસ્તાની આસપાસનો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયારે મૌખીખ રજૂઆતને પગલે સંબંધો સાચવવા શાસકો દ્વારા છૂટક ધંધાદારીઓને ઉભા રહેવા છૂટ આપવામાં આવતી હોવાથી દબાણ વિભાગના કર્મચારીઓ પણ કોઈ પગલાં ભરતા નથી લઈ નગરમાં જુના બસ સ્ટેશન, શાક માર્કેટથી મેઇન બજાર કબુતરખાના સુધી ગમે તેમ રોજગારના નામે દબાણકર્તાઓ મોકાનો ફાયદો ઉઠાવે છે અને વેઠવાનો વારો ફિક્સ ભાડું ભરતા દુકાનદારોને આવે છે જેથી ટ્રાફિકના ભારણને દૂર કરવા વ્હાલા દોહલાની નીતિ બંધ કરી દુકાન ધારકો સાથે લારી ધારકોના હિતમાં યોગ્ય નિર્ણય લારી ધારકોને ઉભા રાખવા ધંધા માટેનું યોગ્ય સ્થાન નક્કી કરવું જરૂરી બન્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application