Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થતાં હિન્દુઓની લાગણી દુભાઈ

  • September 20, 2024 

લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થતાં હિન્દુઓની લાગણી દુભાઈ છે. આ મામલે હોબાળો મચ્યા બાદ નેશનલ ડેયરી ડૅવલપમેન્ટ બોર્ડે (NDDB) તપાસ કર્યા બાદ પ્રસાદીના લાડવામાં ચરબી હોવાની પુષ્ટી કરી છે. NDDBના રિપોર્ટ મુજબ તિરુપતિ મંદિરની પ્રસાદી માટે બનાવાતા લાડવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પ્રસાદનું વિતરણ માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં, ભગવાનને પણ પ્રસાદ તરીકે આ જ લાડવા ચઢાવાયા હતા. NDDBએ મંદિરના લાડવા અને અનાજના કેટલાક સેમ્પલોની તપાસ કર્યા બાદ આ ચોંકાવનારો ખુલાસો થયો છે.


મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ વાયએસ જગન મોહન રેડ્ડી પર આક્ષેપ કર્યો છે કે, અગાઉની YSRCP સરકારે તિરુમલામાં લાડવાનો પ્રસાદ તૈયાર કરવા માટે ઘીના બદલે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો છે. આ પ્રસાદ ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આવતાં કરોડો શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. તિરુમાલાના લાડવા પણ નબળી ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવાયા હતા. એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં YSRCP પર આરોપ લગાવતાં નાયડુએ કહ્યું, 'તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે.


મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને વાયએસઆરસીપી સરકાર પર શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું. YSRCPએ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે, 'ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે તે રાજકીય લાભ માટે કોઈ પણ મર્યાદા પાર કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application