શિરોમણી અકાલી દળનાં અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને રાજીનામું આપ્યું છે. બાદલે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે. શિરોમણી અકાલી દળનાં નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, શિઅદ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે નવા અધ્યક્ષની ચૂંટણી યોજવા માટે પાર્ટીની કાર્યસમિતિને પોતાનું રાજીનામું સોંપી દીધું.
તેમણે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે, વર્ષ 2008માં સુખબીર સિંહ બાદલને શિરોમણી અકાળી દળની કમાન સોંપવામાં આવી હતી. બાદલે 16 વર્ષ અને બે મહિના સુધી શિઅદનું અધ્યક્ષ પદ સંભાળ્યું. સુખબીર સિંહ બાદલ પહેલા તેમના પિતા પ્રકાશ સિંહ બાદલ પાસે પાર્ટીની કમાન હતી. સુખબીર સિંહ બાદલે પાર્ટી અધ્યક્ષ પદથી રાજીનામું એવા સમયે આપ્યું છે જ્યારે તારીખ 20 નવેમ્બરે પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેમના રાજીનામાં બાદ હવે જોવાનું રહેશે કે શિરોમણી અકાળી દળના નવા ચીફ કોને બનાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application