Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિર્ડી સાંઈ બાબા મંદિરની વાર્ષિક આવક રૂપિયા 900 કરોડને પાર થઈ : રૂપિયા 200 કરોડ મંદિરનાં પરિસરમાં મૂકેલી દાન પેટીમાંથી રોકડ પેટે મળ્યા

  • May 24, 2023 

શિર્ડીનાં સાંઈ બાબા મંદિરની વાર્ષિક આવક વધીને 900 કરોડ થઈ ગઈ છે. કોવિડ પૂર્વે તેની વાર્ષિક આવક 800 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આમ, મંદિરની આવકનો જૂનો રેકોર્ડ તૂટયો છે. આ આવકમાં 200 કરોડ તો મંદિર પરિસરમાં મૂકેલી દાન પેટીમાં રોકડ પેટે જ મળ્યા છે. કોવિડ વખતે લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યું હતું. એ પછી પણ મંદિરનાં દરવાજા ખૂલ્યા ત્યારે સરકારે મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશની જ મંજૂરી આપી હતી. એક તબક્કે તો મંદિરની આવક 400 કરોડનાં તળિયે પહોંચી ગઈ હતી.






પરંતુ પાછલાં નાણાંકીય વર્ષમાં મંદિરમાં ભક્તોની સંખ્યા બેસુમાર વધી હતી. તમામ નિયંત્રણો દૂર થતાં ભક્તો વાદ્ઘુ પ્રમાણમાં આવ્યા હતા. એક દિવસમાં સરેરાશ 60 હજાર ભક્તોએ દર્શન કર્યાં હોવાનો અંદાજ છે. કોવિડનાં ત્રણ વર્ષને લીધે જે લોકો શિર્ડી ન હતા આવી શક્યા તેઓ પણ આ સમયગાળામાં દર્શને આવ્યા હતા. આથી મંદિરમાં ફૂટફોલ તથા દાન થકી મળતી આવકમાં ધરખમ વધારો થયો હતો. મંદિર સંકુલમાં મૂકાયેલી દાન પેટી દ્વારા 200 કરોડ રોકડા મળ્યા છે. આ ઉપરાતં ઓનલાઈન તથા દાગીનાની ભેટ વગેરે પણ આવક રૂપે મળે છે.






મંદિરે 2500 કરોડ રૂપિયા તો બેન્ક થાપણો પેટે જમા કરાવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બેન્કો સાથે વાટાઘાટો કરી નોર્મલ વ્યાજ દરો કરતાં બે ટકા વધારે વ્યાજ મેળવવામાં આવે છે. આ વ્યાજ પણ ફરી ડિપોઝિટ જ કરી દેવામાં આવે છે. જોકે, મંદિર કમિટીને એક વર્ષમાં 800 કરોડની જાવક પણ છે. મંદિરના તમામ શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે ભોજન અપાય છે. આ ઉપરાંત  મંદિર વતી બે હોસ્પિટલનું પણ સંચાલન થાય છે. મંદિરમાં સિક્યોરિટી ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ માટે આશરે 7 હજાર જેટલા કર્મચારીઓ છે. તેમાંના કેટલાક કર્મચારીઓ કાયમી ધોરણે તો કેટલાક કોન્ટ્રાક્ટ પ્રથા પર આધારિત છે. તેમના પગાર સહિતનો પણ મોટો ખર્ચ છે. મંદિર કમિટી દ્વારા આ જ આવકમાંથી ચાર શૈક્ષણિક સંસ્થાઓનું પણ સંચાલન હાથ ધરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application