સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના સેનાની ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે 'સેવા સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે મેયરશ્રી હેમાલી બોઘાવાલાએ સુરતમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં અઠવા ખાતે EWS-II પ્રકારના ૯૨૮ આવાસો, તમામ આંતરિક સુવિધાઓ તેમજ સાઈડ ડેવલોપમેન્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું,
જ્યારે સાઉથ વેસ્ટ અઠવા ઝોન ખાતે શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય પુરો પાડવા શેલ્ટરહોમનું, વેસુ-ભરથાણામાં આવેલા લેકગાર્ડનનું તેમજ અલથાણ-ભટાર અને અલથાણ-સાઉથ પાસે આવેલા પ્લોટના પ્લેસ મેકિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે અઠવા ઝોનમાં સુરત બી.આર. ટી. એસ. ફેઝ-૨ અન્વયે SVNIT જંકશનથી પાલ-ઉમરા એપ્રોચ રૂટ પર બસ શેલ્ટરનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપુત, પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500