ભરૂચનાં નેત્રંગ તાલુકાના શણકોઈ ગામના પરેશભાઈ વસાવા અને સગા નાનાભાઈ રવિન્દ્ર અને વજેશ વચ્ચે લગ્ન કરવા બાબતે તકરાત થતા મોટા ભાઈ પરેશની હત્યા કરી બંને નાના ભાઈ ફરાર થતા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે હત્યારા બંને નાના ભાઈઓને મોટાભાઈ પરેશ સાથે લગ્ન કરાવી આપવાની વાતે તકરાર થઈ હતી ત્યારે પરેશભાઈ વસાવા એ જણાવ્યું હતું કે, ઘરની લોનના હપ્તા ચાલુ છે તે ભરાઈ જાય ત્યારબાદ તમારા બંનેના લગ્ન કરાવી આપીશ ત્યારબાદ બંને ભાઈઓ સાથે ઝઘડો થયો હતો અને ફરી વાર ઝઘડો થતાં પરેશ વસાવાના નાના બંને ભાઈ રવિન્દ્ર અને વજેસે કુહાડી અને પરાઈ વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરતા પરેશ વસાવાનું ઘટના સ્થળ ઉપર જ કમ કમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે હથિયારા બંને નાના ભાઈ રવિન્દ્ર અને વજેસ એકલતાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જ્યારે હત્યારા બંને ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી નેત્રંગ પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને ખેતરમાંથી પકડી પાડી જેલ ભેગા કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application