શંકરસિંહ વાઘેલા વિધીવત રીતે આવતી કાલે મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. કાલે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આવતી કાલે મોટો દિવસ હોવાથી બાપૂ પણ ફરી રી એન્ટ્રી કોંગ્રેસમાંથી કરી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડે તેવી વાત સામે આવી છે.મહેન્દ્રસિંહ વાઘેલા શંકરસિંહના પૂત્ર થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે બન્ને પિતા અને પૂત્રની ટિકિટ જાહેરા કરવામાં આવશે. કોંગ્રેસ અત્યાર સુધી 89 જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા અન્ય ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે ત્યારે પિતા મધ્યગુજરાતમાંથી અને પૂત્ર ઉત્તર ગુજરાતમાંથી ટિકિટ લડી શકે છે.
અહીંથી લડી શકે છે પિતા અને પૂત્ર
સૂત્રો તરફથી મળલી વિગતો અનુસાર સહેરા બેઠક પરથી કોંગ્રેસમાંથી શંકરસિંહ ચૂંટણી લડી શકે છે. બાયડ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા લડી શકે છે. ત્યારે શંકરસિંહ વાધેલા કોંગ્રેસમાં જોડાયે એ પહેલા જ આ પ્રકારની વિગતો પણ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. સત્તાવાર રીતે જાહેરાત થવાની બાકી છે ત્યારે એ પહેલા જ આ નામોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.
શંકરસિંહની દરમિયાનગિરીથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા
ગણતરીની મિનિટો પહેલા ભાજપના આગેવાનો ખાતુભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ભાજપમાંથી જોડાયા છે. મળતી વિગતો અનુસાર જેઠા ભાઈ ભરવાડથી નારાજ થઈને તેઓ અપક્ષમાં ચૂંટણી લડવાના હતા ત્યારે શંકરસિંહ વાઘેલાની દરમિયાનગિરીથી પ્રવેશ અપાયો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.
કાલે કોંગ્રેસ માટે મોટો દિવસ
પૂર્વ મુખ્યમંત્રી એન્ટ્રી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા તેમજ અન્ય ધારાસભ્યો વગેરે હાજર રહેશે. પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા એવા ખડગે ગુજરાતમાં અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર આવી રહ્યા છે જેથી કોંગ્રેસ માટે મોટો દિવસ કહી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500