બારડોલી તાલુકાનાં મોતા ગામમાં મામાએ ભાણેજ પર બળાત્કારનો પ્રયાસ કરી ગંદી હરકતો કરતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે બાળકીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાના એક ગામની શ્રમિક મહિલા દિવાળી વેકેશન હોવાથી સંતાનો સાથે પલસાણા તાલુકામાં આવેલા પોતાના પિયરમાં માટે આવી હતી. જોકે મહિલાનું મોસાળ બારડોલી તાલુકાનું મોતા ગામ હોય, અહીં દેવ દિવાળીના દિવસે મેળો ભરાતો હોય તેમાં જવા માટે તેણી બાળકો સાથે શુક્રવારના રોજ મોતા આવી હતી.
તેમજ મહિલા સાથે તેની દસ વર્ષની બાળકી પણ આવી હતી. આ બાળકીને મહિલાના મામાનો દીકરો રાહુલ બહાદુર રાઠોડ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આઇસ્ક્રીમની લારી પર કોકો પીવડાવવા લઈ ગયો હતો. જ્યાંથી તે લાલચવી ફોસલાવીને બાળકીને મોતા પાલી રોડ ઉપર આવેલ ખેતરાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં બાળકીના કપડાં કાઢી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરી ગંદી હરકતો કરી હતી. જોકે બાળકી ત્યાંથી ભાગીને રડતી રડતી સીધી તેના ઘરે ગઈ હતી અને તેની દાદીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. ગ્રામજનો ભેગા થઈ જતાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ઘટના અંગે બાળકીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application