Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત મહાનગરપાલિકાનાં કમિશ્નર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો

  • October 10, 2022 

સુરત શહેરનાં 32માં મહાનગરપાલિકાનાં કમિશ્નર તરીકે વિધિવત ચાર્જ સંભાળવાની સાથે જ શાલિની અગ્રવાલે સુરતને સ્વચ્છતામાં અને સ્માર્ટ સીટીમાં નંબર-1 બનાવવાનો લક્ષ્યાંક રજુ કર્યો હતો. ચૂંટાયેલી પાંખ અને લોકો સાથે સંકલનમાં રહીન શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા કટિબદ્વતા દર્શાવી હતી. કમિશ્નર બંછાનિધી પાનીની બદલી થયા બાદ વડોદરાના કમિશ્નર શાલિની અગ્રવાલે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. તેમજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, સુરત શહેર અત્યાર સુધીમાં ભારતભરમાં સૌથી ઝડપતુ વિકસતુ શહેર છે.




સુરત શહેર શાંતિ-સુરક્ષા-યુનિટીનું જીવંત ઉદાહરણ છે. આફતના સમયે અંહીના લોકોની એકબીજાને મદદરૂપ થવાની તત્પરતા અનોખી મિશાલ છે. જે અન્યો માટે પ્રેરણાદાયી છે. ભારત સરકાર શહેરના ઘણા પ્રોજેકટો માટે ગ્રાન્ટ ફાળવી રહી છે. ઘણા આઇકોનિક પ્રોજેકટ શહેરમાં સાકારિત થયા છે. ગુજરાત સરકાર પણ શહેરના વિકાસ માટે પ્રતિબદ્વ છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટાયેલી પાંખ અને લોકો સાથે સંકલનમાં રહીન શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા કટિબદ્વતા દર્શાવી હતી. આગામી દિવસોમાં સુરતને દેશનું પહેલા નંબરનું સ્માર્ટ સીટી બનાવવાની નેમ વ્યકત કરી હતી. નવા કમિશ્નર માટે ડુમસ સી-ફેસ પ્રોજેકટ, રિવરફન્ટ, બેરેજ યોજના સાથે જ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે પડકારો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application