દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું હતું. ભારતીય હવામાન વિભાગના આકંડા અનુસાર દિલ્હીના સફદરગંજમાં સવારે લઘુતમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જ્યારે શિમલામાં લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં તાપમાન સિઝનનું સૌથી ઓછું હતું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધવામાં આવે છે.
બીજી તરફ તમિલનાડુમાં ભારે વરસાદ પડયો હતો. દિલ્હીમાં લઘુતમ તાપમાન સોમવારે 6.5 ડિગ્રી, મંગળવારે 6.8 ડિગ્રી, બુધવારે 7.4 ડિગ્રી અને ગુરૂવારે 6.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબના ચંડીગઢમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જોકે જમ્મુ-કાશ્મીરના લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 5.4 ડિગ્રી સેલ્સિયસ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500