આંધ્રપ્રદેશના રાગમપેટા ગામમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક ખાદ્ય તેલ ઉત્પાદક કંપનીમાં ટેન્કરો સાફ કરતી વખતે સાત કામદારોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, તમામ કર્મચારીઓના મોત ગૂંગળામણને કારણે થયા છે. ઘણા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કામદારો તેલની ટાંકીમાં તેને સાફ કરવા ગયા હતા. આ ઘટના સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકો પેડ્ડાપુરમ મંડલના પડેરુ અને પુલીમેરુના રહેવાસી હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, એક વ્યક્તિ પહેલા ટાંકીમાં પ્રવેશ્યો, પરંતુ જ્યારે તે ઉપર ન આવ્યો તો બીજો પણ તેની પાછળ ગયો. બીજી તરફ પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે ફેક્ટરી મેનેજમેન્ટે કામદારોને યોગ્ય સુરક્ષા સાધનો આપ્યા નથી. એક ટેન્કર સાફ કરતી વખતે ગૂંગળામણથી સાત કર્મચારીઓના મોત થયા ઘણાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા .આંધ્રપ્રદેશના રાગમપેટા ગામમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક ખાદ્ય તેલ ઉત્પાદક કંપનીમાં ટેન્કરો સાફ કરતી વખતે સાત કામદારોના મોત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500