ગત વર્ષે વડાપ્રધાન મોદી પંજાબની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી. આ મામલે કુલ સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમાં ફિરોજપુર જિલ્લાના તત્કાલીન પોલીસ અધીક્ષક અને બે ડીએસપી રેન્કના અધિકારીઓ સામેલ છે. આ સુરક્ષા ચૂકનો મામલો તારીખ 5 જાન્યુઆરીએ બન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણી માટે એક રેલીમાં ભાગ લેવા પંજાબની મુલાકાતે ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન દેખાવકાર ખેડૂતોની નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો 20 મિનીટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. ભાજપના નેતાઓએ આ ચૂક મામલે તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની સરકાર સામે નિશાન તાક્યું હતું. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ બદલાવ કરાયો હતો. સુરક્ષા ચૂકની તપાસ કરનાર સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલી સમિતિએ સુરક્ષા ચૂક માટે પંજાબ સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભગવંત માનના નેતૃત્વ હેઠળની વર્તમાન આમ આદમી પાર્ટીની સરકારે હવે આ ચૂક માટે સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application