સુરત જીલ્લાના જહાંગીરપુરા પોલીસને મળેલ બાતમીના આધારે, વરીયાવ ગામના સંચુકા મહોલ્લામાં ખુલ્લા પ્લોટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા હતા.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા મોહમંદ શરીફ અબ્દુલ અઝીઝ શેખ (રહે.નાની મસ્જિદ પાસે,વરીયાવ), આરીફખાન જબ્બારખાન પઠાણ (રહે.નિઝામુદ્દીન બાવાની દરગાહ પાસે,રૂસ્તમપુરા), અસ્લમ ચાંદ શેખ (રહે કાલીપુલ,આંબાવાડી રોડ, સલાબતપુરા), અબ્દુલ સમદ ઇસ્માઇલ કુરેશી (રહે.સૈફી મહોલ્લો,ઝાંપાબજાર), ફિરોઝખાન સાહેબખાન પઠાણ (રહે.વાડીવાળા દરગાહની પાછળ,સલાબતપુરા), પ્રદીપ સુભાષ શાહ (રહે.હીરા-પન્ના એપાર્ટમેન્ટ,ગોપીપુરા), ઇશરત શૌકતખાન (રહે.જલીલભાઇના મકાનમાં,રૂસ્તમપુરા) ઓને ઝડપી પાડી તેમની અંગ જડતી અને જુગારના સાધનો સહીત કુલ રૂપિયા 30 હજાર તેમજ ઓટો રીક્ષા નંબર જીજે/05/બીડી/6854 અને એક્ટિવા મોપેડ નંબર જીજે/05/પીકે/1376 એમ કુલ મળી રૂપિયા 1.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જુગારધામ ચલાવનાર જાવીદ ભરૂચી (રહે.વરીયાવ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500