Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે વ્યક્તિના અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યું

  • September 20, 2021 

ટેક્સટાઇલ અને ડાયમંડ સિટીની ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યુ છે. વલસાડના પ્રોઢએ હૃદય, કિડની અને લીવર અને કતારગામના યુવકના લિવર અને ચક્ષુઓના અંગદાનથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છ. બંને પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

 

 

 

 

 

જેમાં વલસાડના તીથલ રોડ પર અમરધામ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઇ ઉર્ફ રશીકભાઇ ખીમજીભાઇ દેઢીયા (ઉ.વ.57) વલસાડમાં ઝેરોક્ષની દુકાન ચલાવે છે અમે જે ગત તા.14મીએ સવારે તેમને બ્લડ પ્રેશર વધી જવાથી લકવાની અસર થતા વલસાડ બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયું હોવાનું નિદાન થયું હતું.

 

 

 

 

 

આ ઉપરાંત મુળ જામનગરના કાલાવડમાં વિભાણીયા ગામના વતની અને હાલમા કતારગામમાં હરે કૃષ્ણ સોસાયટીમાં રહેતા જમનભાઇ પોપટભાઇ ગોંડલીયા (ઉ.વ.40) જેઓ રત્નકલાકારનું કામ કરતા હતા અને તેમને પણ ગત તા.15મીએ રાત્રે ભોજન કરીને બેઠા હતા અને તે સમયે તેમેન બ્લડ પ્રેસર વધી જતા બેભાન થતા તેને સાવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે તેમનું પણ સિટી સ્કેન કરતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયુ હતુ. જયારે ગત તા.17મીએ ડોક્ટરની ટીમે વિરેન્દ્રભાઇ અને જમનભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ બંનેના પરિવાર અંગદાન માટે સંમત થયા હતા જેથી વિરેન્દ્રભાઇનું હૃદય, કિડની અને લીવર અને જમનભાઇનું લીવર અને ચક્ષુનું દાન કર્યુ હતુ જયારે વિરેન્દ્રભાઇનું હૃદય સુરતની ખાનગી હોસ્પિટલથી ચેન્નાઇનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને આસામમાં રહેતા 39 વર્ષીય ખેડુત યુવકમાં ચેન્નાઇની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સાબરકાંઠાના ભિલોડાના 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, તો બીજું લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેતા  59 વર્ષીય વ્યકિતમાં અને કિડની વડોદરાના રહેતા 13 વર્ષીય તરુણમાં અને અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જયારે બીજા કિડની વડોદરાના 29 વર્ષીય યુવકમા સુરતની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application