બારડોલી તાલુકાનાં માણેકપોર ગામનાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રૂપિયા 8.82 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે મળેલ બાતમીનાં આધારે, તેન ગામનો રહેવાસી ચિરાયુ અરવિંદ ભગત પોતાની માણેકપોર ખાતે આવેલ ફાર્મ હાઉસમાં બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હતો.
જે બાતમીનાં આધારે પોલીસે રેઈડ કરી ચિરાયુ અરવિંદ ભગત (રહે.વૃંદાવન પાર્ક, તેન, બારડોલી), નવનીત અરવિંદ પટેલ (રહે.સૂર્યાંસી સોસાયટી,પલસાણા), જયેશ નટવર પટેલ (રહે.ઘલુડા,પલસાણા), ધર્મિન દીપક દેસાઈ (રહે.તિઘરા, નવસારી), હિંમત બાબુ ધોલા (રહે.વિવેકાનંદ સોસાયટી,પુના,સુરત), કૃણાલ રમણ પટેલ (રહે.તલોદ, બીલીમોરા,નવસારી) અને રંગીલ બાબર હળપતિ (રહે.માણેકપોર,બારડોલી) નાઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસે તેમની પાસેથી રૂપિયા 12,390/-ની રોકડ, 6 નંગ મોબાઈલ, રૂપિયા 8 લાખની બે કાર મળી કુલ રૂપિયા 8,82,390/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલા તમામ લોકો સામે બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500