હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આભ ફાટવાની ઘટના બનતાં કુદરતના કહેર યથાવત્ રહ્યો છે. આ વખતે સોલનમાં મમલીકના ધાયાવલા ગામમાં આભ ફાટવાની ઘટના બની હતી. સોલનના ડી.સી. મનમોહન શર્માના જણાવ્યાનુસાર આભ ફાટવાની ઘટનાને લીધે સાત લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે છને બચાવી લેવાયા હતા. આ ઘટના મોડી રાતે બની હતી. મળતી માહિતી અનુસાર, સોલન જિલ્લાના કંડાઘાટમાં આ ઘટના બની હતી. અહીં મમલીગ ગામમાં આભ ફાટવાની ઘટના બાદ પૂર આવ્યું હતું અને બે ઘરો ધોવાઈ ગયા હતા. આ ઘટનામાં કુલ સાત લોકો મૃત્યુ પામ્યા. પરિવાર બે સભ્યો રિતુ રમામ અને કમલેશને બચાવી લેવાયા હતા.
બાકી સાત લોકો મૃત્યુ પામી ગયા હતા. જયારે જ્યાં આભ ફાટવાની ઘટના બની હતી ત્યાં બંને તરફથી રસ્તો ધોવાઈ ગયો હતો અને તેના લીધે રેસ્ક્યૂ ટીમને બચાવ કામગીરી કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કાટમાળમાંથી ચાર શબ કાઢવામાં સફળતા મળી હતી. એક નાની બાળકીનું શબ પણ મળ્યું છે. આ બધા એક જ પરિવારના સભ્યો હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સોલનમાં આભ ફાટવાની ઘટનામાં સાત લોકોના મોત પર સીએમ સુખવિંદર સુક્ખુએ ટ્વિટ પર દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટ કરી કે અમે તંત્રને દરેક સંભવ મદદના આદેશ આપ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના છે. આ મુશ્કેલ સમય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application