ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે સોનગઢના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં આશાપુરી કિરાણા સ્ટોરની બહાર ઓટલા પર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પોતાના આર્થિક ફાયદા માટે મળતિયા માણસો રાખી વરલી મટકાનો આંક ફરક નો પૈસા વતી હાર-જીતનો જુગાર રમાડે છે તેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તા.13મી જુન નારોજ રાત્રે કિરાણા સ્ટોરમાં રેડ કરતા વરલી મટકાના પૈસાથી જુગાર રમતા કુલ સાત જુગારીઓને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા પોલીસ રેડમાં વરલી મટકા નો જુગાર રમનાર મુખ્ય આરોપી જગદીશભાઈ તેમજ તેનો ભાગીદાર કલ્પેશકુમાર તથા જુગારના આંક લખનાર છનાભાઈ ગામીત ઝડપાયા હતા,
પોલીસે ઘટનાએ સ્થળેથી જુગાર રમવા આવેલા ગ્રાહક રમેશ ગામીત,સુનિલ ત્રિવેદી,પ્રવિણ મકવાણા તેમજ બબલુ કોળી નામના ઇસમોને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં જુગાર રમાડવામાં રમેશભાઈ તથા ભાવેશ પણ સામેલ હોવાથી તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે જુગાર રમાડવાના સ્થળેથી કુલ રૂપિયા ૩૦,૦૬૫/- રોકડા તેમજ મોબાઈલ નંગ-૭ જેની કિંમત રૂપિયા ૩૦,૫૦૦/- તેમજ ત્રણ બાઈકો સહિત જુગારના સાધનો મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ ક્બ્જે કરી કસુરવારો સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500