સુપ્રીમ કોર્ટમાં આગામી છ મહિનામાં સાત જજો નિવૃત્ત થવાના છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં કોઈ જગ્યા ખાલી નથી. સત્તાવાર જજની સંખ્યા 34 છે. ફેબ્રુઆરીમાં એક સાથે સાત જજની નિમણૂક સાથે સુપ્રીમકોર્ટમાં ખાલી જગ્યાઓ સમાપ્ત થઈ ગઈ હતી. મે મહિનામાં નિવૃત્ત થનાર જજોમાં જસ્ટિસ એમ.આર.શાહ અને દિનેશ માહેશ્વરીનું નામ સામેલ છે. તેમના પછી જૂનમાં જસ્ટિસ કે.એમ જોસેફ, અજય રસ્તોગી અને વી.રામસુબ્રહ્મણ્યમ નિવૃત્ત થશે. જસ્ટિસ જોસેફ, એમ.આર. શાહ અને અજય રસ્તોગી કોલેજિયમના સભ્ય છે જે સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિમણૂક કરે છે.
તેમનાં નિવૃત થયા પછી જસ્ટિસ કૃષ્ણ મુરારી અને રવિન્દ્ર ભટ્ટ જુલાઈ અને ઓક્ટોબરમાં નિવૃત્ત થશે. આ પછી સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ એસ.કે.કૌલ 25મી ડિસેમ્બરના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ કૌલ પણ કોલેજિયમના સભ્ય છે. સુપ્રીમ કોર્ટમાં પાંચ વરિષ્ઠ જજોનું કૉલેજિયમ સુપ્રીમકોર્ટમાં જજની નિમણૂક કરે છે. આ જજો હાઈકોર્ટમાંથી લેવામાં આવે છે, જેઓ ત્યાંના મુખ્ય ન્યાયાધીશ હોય છે અથવા ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા ધરાવતા હોય છે. આ ન્યાયાધીશોની પસંદગી મેમોરેન્ડમ ઓફ પ્રોસીજર એટલે કે મેમોરેન્ડમ ઓફ એપોઈન્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. તે પછી તેમની ભલામણો સરકારને મોકલવામાં આવે છે, જે તપાસ બાદ તેમની નિમણૂકની સૂચના બહાર પાડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500