નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે, વિજલપોર પ્રમા લક્ષ્મીનગર સોસાયટી, વિભાગ-૨ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમ જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે.
જેના આધારે પોલીસે છાપો મારી જુગાર રમતા શૈલેન્દ્ર શ્રીનાથ સોનકર (ઉ.વ.૩૨ રહે.મારૂતિનગર, જલાલપોર,) સંતોષ શ્રીબાબુલાલ સોનકર (ઉ.વ.૪૯, રહે.લક્ષ્મીનગર-૨, જલાલપોર), રાજેશ શ્રીરામ સજીવન સોનકર (ઉ.વ.૨૯, રહે.હનુમાન નગર, જલાલપોર), બ્રિજેશકુમાર શ્રીરામ સોનકર (ઉ.વ.૨૫, રહે.ધીરૂભાઈની વાડી, જલાલપોર), અજય ભોલા સોનકરા (ઉ.વ.૩૯, રહે.સપ્તશ્રુંગી મંદિર પાસે, જલાલપોર, નવસારી), ધર્મેન્દ્ર શ્રીરાજારામ સોનકર (ઉ.વ.૩૮, રહે.લક્ષ્મીનગર વિભાગ-૨ જલાલપોર) અને ધર્મરાજ શ્રીદશરથ સોનકરને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી રૂ.૨૯,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે વિજલપોર પોલીસે જુગારધારા હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500