Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં હનુમાનજી ટેકરા પરથી જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા, એક વોન્ટેડ

  • July 17, 2023 

ભરૂચનાં હનુમાનજીનાં ટેકરા પરથી જુગાર રમતા સાત જુગારીઓને રૂપિયા 25 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સુત્રોપસેથી મળતી માહિતી મુજબ, શહેર પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે હનુમાનજીનાં ટેકરા પર દરોડો પડાયો હતો. જોકે આ દરોડામાં સાત જુગારી સ્થળ પર રોકડા રૂપિયા 10,740, 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 25,470/-નાં મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. તેમજ ઝડપાયેલ તમામ જુગરધારા હેઠળ રાજેશ વસાવા, જયદીપ જગતાપ, ધવલ માછી, સાબિર દિવાન, હર્ષિલ મિસ્ત્રી, ગિરીશ વસાવા અને કિરણ વસાવાની ધરપકડ કરાઈ હતી, જ્યારે સંજય મિસ્ત્રી નાને વોન્ટેડ જાહેર કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application