આહવાની સહયોગ સોસાયટીમાં પૈસા વડે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકનાં પી.આઈ. એ.ડી.સુથાર પોલીસ મથકમાં હાજર હતાં. તે દરમ્યાન તેઓને આહવાની સહયોગ સોસાયટીમાં અનિષભાઈ હનીફભાઈ ધાનાણીનાં રહેણાક મકાનમાં કેટલાક ઈસમો પૈસા વડે જુગાર રમી રમાડી રહ્યાની બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે પી.આઈ. એ.ડી.સુથારે સર્ચ વોરંટ કાઢી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.જી.ચૌધરી અને બી.આર.ચાવડાની ટીમને સ્થળ પર મોકલી હતી અને દરવાજો ખોલાવતા સાત જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતાં. જયારે વધુમાં બધા જુગારીઓ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યુ હતું. આમ, પોલીસે અનિશ હનીફભાઈ ધાનાણી, મયુર રતિલાલભાઈ ઢિમ્બર, સૌરવ રાજનભાઈ વડકેલ, યોગેશ રામદાસભાઈ ઠાકુર, સાગર રાજુભાઈ મહાજન અને વિજેંદ્ર શિવદાસભાઈ પવાર, જીગરમોહનભાઈ ઠાકુર (તમામ રહે.આહવા)ની અટકાયત કરી હતી. તેમજ ખાલી બિયરની ટીન, ગંજીપાનાની કેટ સીલબંધ-૧૦ નંગ તથા ખુલ્લી ગંજી પાનાની કેટ ૩ નંગ, તેમજ અંગઝડતીમાં મોબાઈલ નંગ-૮ જેની કિંમત રૂા.૧.૭૭લાખ તથા રોકડ રૂપિયા ૧૪,૮૯૦/-મળી કુલ કિંમત રૂપિયા ૧,૯૧,૮૯૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતોં. બનાવ અંગે પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500