સુરતનાં કાપોદ્રા વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં આવેલા હીરાનાં કારખાનામાં જુગાર રમતા 7 રત્નકલાકારને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 12,620/- કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, કાપોદ્રા પોલીસે મળેલી બાતમીનાં આધારે શનિવારે મધરાત બાદ ગાયત્રી સોસાયટી ખાતા નં.29,30નાં પહેલા માળે હીરાનાં કારખાનામાં રેઈડ કરી હતી.
પોલીસે ત્યાં જુગાર રમતા રત્નકલાકાર વિપુલ સવજીભાઇ રાઠોડ (રહે.રાજુભાઇ ભાદાણીના કારખાનામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત), વાસુર ખીમજીભાઇ મકવાણા (રહે.રાધેશ્યામ ભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત), સુખા રામભાઇ ડાભી (રહે.અનીલભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત), યશ હરસુખભાઇ આંત્રોલીયા (રહે.રાજુભાઇ ભાદાણીના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત), મીઠા સોંડાભાઇ મકવાણા (રહે.બીજો માળ, વિશાલભાઇના ખાતામાં, ગાયત્રી સોસાય, કાપોદ્રા, સુરત), ધર્મેશ હીમતભાઇ મકવાણા (રહે.રાજુભાઇ ભાદાણીના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત) અને લાલજી લાખાભાઇ ચૌહાણ (રહે.એબી 16, અક્ષરધામ સોસાયટી, કાપોદ્રા, સુરત) નાને ઝડપી લીધા હતા. આમ, પોલીસે જુગાર રમતા રત્નકલાકારો પાસેથી રોકડા રૂપિયા 12,620/- કબ્જે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500