તેલંગાણા પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. મુલુગુ જિલ્લાનાં એથુરંગારમના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મુલુગુ એસપી ડો.સબારિશે જણાવ્યું હતું કે, ‘માઓવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. અહેવાલો અનુસાર, તેલંગાણા પોલીસ અને માઓવાદીઓ વચ્ચે રવિવારે સવારે મુલુગુ જિલ્લાના એથુરંગારામ મંડલના ચલપાકા વિસ્તારના જંગલોમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં યેલેન્ડુ-નરસમપેટ વિસ્તાર સમિતિના કમાન્ડર બદરુ ઉર્ફે પાપન્ના માર્યો ગયો હવાનું સામે આવ્યું છે. જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ભદ્રાદ્રીના કોઠાગુડેમ વિસ્તારમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં છ માઓવાદીઓ માર્યા ગયા હતા અને બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં એક મહિલા પણ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application