Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સુસાશન દિવસની ઉજવણી નિમિત્તે સોનગઢ ખાતે સેવસેતુ કાર્યક્ર્મ યોજાયો

  • December 25, 2021 

ભારત સરકાર દ્વારા દર ૨૫ ડિસેમ્બર એટલે કે, પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ-જયંતિને “ગુડ ગવર્નન્સ ડે/સુસાશન દિવસ” રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આજના દિન નિમિત્તે “સુશાસન સપ્તાહ/ગુડ ગવર્નન્સ સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં તા.૨૫થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી થનાર છે. જેના ઉપલક્ષ્યમાં આજરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે સેવાસેતુ કાર્યક્ર્મ હેઠળ આજના પર્વની ઉજવણી ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ-જયંતિને સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણીનો શુભારંભ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમનું શુદ્રઢ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.સરકારની અનેકવિધ યોજનાઓ છે જેનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતું થી એક જ દિવસમાં કામગીરી પૂર્ણ થાય તે માટે સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌએ આજના દિનનો લાભ પોતે લઇ અન્યને પણ જાણ કરવી જોઇએ. તેમણે વર્તમાન સરકાર પ્રજાના હિતમાં કામ કરી રહી છે જેમ જણાવી ઉમેર્યું કે, બાળક પેદા થાય ત્યારથી લઇ માણસ મૃત્યુ પામે ત્યાર બાદ પણ તેના પરિવારની ચિંતા કરે એ  વર્તમાન સરકાર છે. તેમણે વિવિધ સરકારી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમજય કાર્ડ, કીસાન સન્ન્મન નિધી યોજના, પોષણ અભિયાન વગેરે અંગે વિગતવાર ચર્ચા કરી માહિતી આપી હતી.

કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિપક ચૌધરીએ કોરોના મહામારીમાં રસીકરણનું મહત્વ સમજાવી સૌ લાભાર્થીઓને કોરોના પ્રતિરોધક રસીના બીજા ડોઝ લેવામાં જે બાકી હોય તેઓને વહેલી તકે રસી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં આજના દિને બીન ચેપી રોગોના ચેકઅપ કેમ્પ, દવા વિતરણ અને ઉકાળાની સુવિધા જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે તે અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application