મુંબઇ-આગ્રા હાઇવે ઉપર ટ્રક, રિક્ષા અને જીપ ટકરાતા થયેલા ગંભીર અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા હતા. બનાવની વિગત એવી છે કે, ધુળેમાં પુરમેપાડા ખાતે ગતરોજ રાત્રીનાં 12 વાગ્યનાં સમયે ટ્રક ડ્રાયવર કાંદા લઇને જઇ રહ્યા હતો. તેણે એક રક્ષાને અડફેટમાં લીધી ત્યારબાદ ટ્રકની જીપ સાથે અથડામણ થઇ હતી. બાદમાં અકસ્માતમાં રિક્ષા ડ્રાઇવર રઇસ શેખ (ઉ.વ.48)નું મોત નીપજ્યું હતું. જ્યારે જીપમાં જાનૈયાઓ લગ્નમાં જઇ રહ્યા હતા. જીપમાં પ્રવાસ કરતા સરલાબાઇ સોનાવણે (ઉ.વ.28) અને મહેન્દ્ર પાટીલ (ઉ.વ.51) પણ મોતને ભેટયા હતા.
જોકે આ અકસ્માત બાદ આરોપી ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જ્યારે ટ્રકના ટાયરમાં જ રિક્ષા ડ્રાઇળર રઇસનો મૃતદેહ ફસાઈ ગયો હતો. ક્રેનથી ભારે જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. દુર્ઘટનામાં 6 જણને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આળ્યા હતા. ઇજાગ્રસ્તમાંથી અમૂક જણની તબીયત નાજુક જાણવા મળેલ હતી. બનાવ અંગે પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application