રાજસ્થાનનાં ફલોદી જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી મળી રહી છે. સોમવારે વહેલી સવારે અહીં એક સ્કૂલ વાહન પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું હતું. જોકે અન્ય 9 બાળકો ઘવાયા હતા. ઈજાગ્રસ્ત બાળકોને રાજ્યની જિલ્લા હોસ્પિટલ ફલોદીમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી મુજબ, તમામ બાળકો સ્કૂલ વાનમાં સવાર થઇને મરુસ્થળ પબ્લિક સ્કૂલમાં ભણવા જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ વાહન પલટી ખાઈ ગયું હતું.
ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે જેમને જોધપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. લોકમુખે એવી ચર્ચા છે કે રોડ પર કૂતરું આવી જવાને કારણે ડ્રાઈવરે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. ફલોદી પડિયાલ રાનીસર રોડ પર વાહન પલ્ટી ગયું હતું. આ દુર્ઘટનાં અંગે નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. નાગૌર સાંસદ હનુમાન બેનીવાલે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, આજે સવારે ફલોદી જિલ્લાના મોરિયા પડિયાલ રોડ પર એક ખાનગી સ્કૂલના બાળકોને લઈ જતી કેમ્પર ગાડી પલટી ખાઈ જતાં બે બાળકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા. અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ સમાચાર અત્યંત પીડાદાયક છે. પરમાત્મા દિવંગત માસૂમોના આત્માને શાંતિ અર્પે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application