ઓડીશાનાં ગંજમ જિલ્લાનાં દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે એક ગંભીર બસ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા હતા, જયારે 20 લોકો ઘાયલ થયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનાં જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે બરહામપુર MKCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગંજમ જિલ્લાનાં જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, 'બે બસની ટક્કરમાં 10 લોકોનાં મોત થયા હતા. ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. અમે ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દરમિયાન, મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)એ માહિતી આપી કે, ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે અને મૃતકોને ત્રણ લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500