Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશમાં કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત, ટેમ્પોમાં મુસાફરી કરી રહેલ સાતનાં મોત

  • November 16, 2024 

ઉત્તરપ્રદેશનાં બિજનૌરના ધામપુર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોનાં દર્દનાક મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. મૃતકોમાં એક વરરાજા અને દુલ્હન પણ સામેલ હોવાની જાણકારી મળી છે. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. બિજનૌરનાં ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાયપાસ રોડ પર મોડી રાતે બે વાગ્યે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ ટેમ્પો રોડની બાજુમાં ખીણમાં ખાબકી ગઇ હતી. જેના લીધે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં વરરાજા પણ સામેલ હોવાની જાણકારી છે. તમામ મૃતકો ટેમ્પોમાં બેસીને ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તિબરી ગામે ઘરે જઈ રહ્યા હતા. મૃતકોમાં ચાર પુરૂષ, બે મહિલા અને એક યુવતી સામેલ છે. આ ઘટના ધામપુર પોલીસ સ્ટેશનના નેશનલ હાઈવે 74ના ફાયર સ્ટેશન પાસે બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application