હૈદરાબાદમાં એક સગીર છોકરી સાથે ગેંગરેપનો મામલો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે રોજ કોઈને કોઈ આરોપીની ધરપકડ થઈ રહી છે. કથિત રીતે આરોપીઓમાં રાજકીય પરિવારના છોકરા સામેલ હોવાના કારણે આ મામલે ખૂબ રાજનીતિ થઈ રહી છે. આ વચ્ચે હૈદરાબાદમાં 4 વધુ સગીર છોકરીઓ સાથે રેપની અલગ અલગ મામલા સામે આવ્યા છે જેનાથી આખું શહેર હચમચી ગયું છે. પ્રથમ ઘટના ગત તા.31 મે ની બતાવવામાં આવી રહી છે. જ્યારે એક 12 વર્ષની બાળકી પોતાની નાનીના ઘરે જતી વખતે અચાનક ગુમ થઈ ગઈ હતી અને તેની સાથે બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.
જોકે પરિવારજનોએ કિશોરીની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ત્યારબાદ પોલીસને બાળકી 1 જૂનના રોજ સુલ્તાનશાહી વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે, બાળકીને એક કેબ ડ્રાઈવર કારમાં બેસાડીને પોતાના મિત્રના ઘરે કોંડુર્ગ લઈ ગયો હતો. ત્યાં બંનેએ બાળકી સાથે રેપ કર્યો હતો અને સવારે તેને છોડી દીધી હતી. આરોપીઓની ઓળખ 36 વર્ષીય શેખ કલીમ અલી અને મોહમ્મદ લુકમાન અહમદ યાજદાનીના રૂપમાં થઈ છે. જયારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
જયારે બીજો મામલો એક રિટેલ સ્ટોર પર કામ કરતી કિશોરીનો છે જે તા.31 મેના રોજ 21 વર્ષીય મોહમ્મદ સુફિયાન કિશોરીને ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પેટમાં દુ:ખાવો થવાની ફરિયાદ કરતા આ મામલાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ કાલા પત્થર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ગત તા.22 એપ્રિલના રોજ એક અનાથાલયની સગીર બાળકી સાથે એક કારમાં રેપ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના અત્યારે સામે આવી છે અને 16 વર્ષની એક છોકરી આરોપી સાથે બર્થ ડે પાર્ટી મનાવવા ગઈ હતી તેણે કેક ખરીદવા અને તેની સાથે વાત કરવાના બહાને કારમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ફોટો કોપીની દુકાન પર કામ કરતી સગીર સાથે રેપના આરોપમાં પોલીસે ગત તા.23 વર્ષીય આરોપી સુરેશની ધરપકડ કરી છે. રામગોપાલપેટ પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો.
બીજા કેસમાં સગીર છોકરીને આરોપીએ ફિલ્મ બતાવવાની લાલચ આપી જે સગીર પણ છે અને થોડા મહીનાથી છોકરીના સંપર્કમાં પણ હતો. આ ઘટના કથિત રીતે એક મહિના અગાઉની છે. રાજેન્દ્ર નગર સર્કલ સીમા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500