ડાંગ જિલ્લાના ધૂડા ગામેથી રખડતી, રઝળતી હાલતમાં મળી આવેલી એક અજાણી મહિલાને આહવાના "સખી વન સ્ટોપ સેન્ટર" દ્વારા તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૭ મી ઓગસ્ટના રોજ ૧૮૧-અભયમ ટીમ દ્વારા આહવાના "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે એક અજાણી મહિલાને લાવવામાં આવી હતી. ધુડા ગામેથી રખડતી, રઝળતી હાલતમાં મળેલી આ મહિલાને "સખી" દ્વારા ખુબ જ સંવેદનશીલતા સાથે આશ્રય સાથે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
માથાના ભાગે ઈજા સાથે "સખી"માં લવાયેલી આ મહિલાને સારવાર બાદ તે સ્વસ્થ થતા તેની ભાળ મેળવવા માટેનું કાઉન્સેલિંગ કરાયું હતું. જ્યાં તે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના મોયદા ગામ, જિ.બડવાની ની રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. ફરજ પરના મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તુર્ત જ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરીને, આ મહિલાના નામ, ઠામ સાથે તેના પરિવારની ભાળ મેળવવામાં આવી હતી.
મહિલાના પરિવારને આ મહિલાની જાણકારી મળતા તેઓ ગત તા.૩૦/૮/૨૦૨૦ના રોજ આ મહિલાને લેવા માટે આહવાના "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આ મહિલાને સહી સલામત હાલતમાં જોઇને તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મહિલાના પરિવાર તરફથી જણાવ્યા અનુસાર છેલ્લા એકાદ માસથી ઘરમાં કોઈને પણ જાણ કાર્ય વિના આ મહિલા ક્યાંક નીકળી ગઈ હતી. શોધખોળ બાદ પણ આ મહિલા મળી આવી ન હતી. તેવામાં "સખી" દ્વારા તેમનો સંપર્ક સાધતા તેઓ આહવા ખાતે આવી પહોંચ્યા હતા. જેમણે "સખી" તથા જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા "સખી વન સ્ટોપ સેન્ટર" દરેક જિલ્લામાં કાર્યરત કરાયા છે. ડાંગ જિલ્લામાં મુખ્ય વહીવટી મથક આહવા ખાતે પણ જૂની નર્સિંગ હોસ્ટેલ, સિવિલ હોસ્પિટલ સામે આ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ઘર, સમાજ કે કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જુદા જુદા પ્રકારની હિંસા સામે તેમને તમામ પ્રકારની મદદ આપવાની છે. અહીથી પીડિત મહિલાઓને પોલીસ સહાય સાથે કાયદાકીય સહાય, સામાજિક પરામર્શ, તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા દહેજ પ્રતિબંધક અધિકારી આ સેન્ટરના નોડલ અધિકારી તરીકે કાર્યભાર સંભાળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025