Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં આઈએસના આતંકીઓ મોકલનારની શ્રીલંકામાં ધરપકડ

  • June 02, 2024 

અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસ દ્વારા ચાર આતંકવાદીઓ ને ઝડપી લેવામાં આવ્યા બાદ પોલીસના અલગ અલગ વભાગો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ શ્રીલંકા મીડિયાએ આતંકીઓની મદદ કરનારને ઝડપી પાડ્યાનો ખુલાસો કર્યો છે. શ્રીલંકાનાં હેન્ડલર મુખ્ય આરોપી પુષ્પરાજ ઓસ્મન્ડ ગેરારર્ડની ધરપકડનો ખુલાસો કર્યો છે. શ્રીલંકા પોલીસે અત્યાર સુધીમાં 3 શકમંદની ધરપકડ કરી છે. પુષ્પરાજ ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું હતું. ઓસ્મન્ડ ગેરારર્ડે આ ચાર આતંકીઓને ચાર લાખ આપ્યા હતા. ઓસ્મન્ડ ગેરાર્ડ પોતાનો વેશ પલ્ટો કરીને ફરતો રહે છે. આ આતંકીઓની કસ્ટડી મેળવવા ગુજરાત એટીએસ શ્રીલંકા જશે. તેમજ ભારતમાં આતંકીઓ મોકલનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. તેમજ સીઆઈડી એ કોલમ્બો પોલીસની મદદથી ગેરાર્ડને ઝડપી પાડ્યો છે.


આ સમગ્ર ઘટનામાં ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે નોર્થ ઇન્ડિયાથી હથિયારો આવ્યા હતા. જેમાં પજાંબ, રાજેસ્થાન અને દિલ્હીમાં આઈએસ ના સ્લીપર સેલ સક્રિય હોવાની શંકાના આધારે એટીએસની 3 ટીમોએ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં પંજાબમાં પાસ્કિતાન બોર્ડરથી ડ્રોન થી હથિયાર મોકલવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ પ્રકારના હથિયાર આતંકીઓને આપ્યા હોવાથી એટીએસ દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચિલોડામાં હથિયાર મુકવા આવેલા સ્લીપર સેલની તપાસ માટે એટીએસ એ 78 હજાર વાહનના સીસીટીવી ડેટા મેળવાયા હતા જેમાંથી 13 હજાર શકાસ્પદ વાહનની તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં શ્રીલંકાની તપાસ એજન્સીએ ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન વાંધા જનક વસ્તુઓ અને સામગ્રી પણ જપ્ત કરી છે અને આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કર્યા છે.


પકડાએલા આતંકીઓને લઈને શ્રીલંકા પોલીસની મદદથી તપાસ કરતા વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે . જેમાં આતંકી મોહમ્મદ નુસરથ સિંગાપોર, મલેશિયા અને દુબઈ જેવા દેશોમાંથી ટેલિકોમ્યુનિકેશન ઉપકરણો અને ઇલેક્ટ્રિકલ સાધનોની આયાત કરીને કોલંબોમાં બિઝનેશ કરતો હોવાનું ખુલ્યું છે. 2020માં કોલંબો ખાતે હેરોઇન કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજો આતંકી મોહમ્મદ નફરાન શ્રીલંકાના નિયાસ નૌફર ઉર્ફે 'પોટ્ટા નૌફર' નામના કુખ્યાત અંડરવર્લ્ડ ગુનેગારની પ્રથમ પત્નીના પુત્ર હોવાનું ખુલ્યું છે, જેને હાઇકોર્ટના જજ સરથ અંબેપીટીયાની હત્યા માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. આ આતંકી કપડાં અને ચોકલેટ ના ધંધા માટે દુબઈ અને ભારત આવતો હતો 16 વર્ષની ઉંમરથી માતાની સાથે આ ધંધામાં જોડાયો હતો. 2017માં શ્રીલંકામાં ગોલ્ડની દાણચોરી કેસમાં તેની ધરપકડ થઈ હતી જ્યારે મોહમદ ફારીશ અને મોહમદ રસદીન પણ ગુનાહિત ઇતિહાસ છે ત્યારે ગુજરાત એટીએસ અને શ્રીલંકાની તપાસ એજન્સી દ્વારા ભારત અને શ્રીલંકામાં સક્રિય IS ના સ્લીપર સેલને લઈને સર્ચ શરૂ કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News