ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ એકલવ્ય મોડેલ રેસિડન્સીયલ સ્કુલ આહવા ખાતે BBBP યોજના હેઠળ જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) નું એક દિવસીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સાપુતારા SHE-ટીમના દ્વ્રારા પોક્સો એકટ વિશે માહિતી આપવામાં આવી. તથા ગુડ ટચ બેડ ટચ વિશે નાટ્યાત્મક રીતે હાજર રહેલ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.
તેમજ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇન ૧૯૩૦ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ હાલની સ્થીતિએ ટ્રાફિક સમસ્યાને નિવારવા લેવાના સકારત્મક પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત નવા ફોજદારી કાયદા, પ્રોજેકટ સંવેદના, પ્રોજેક્ટ દેવી તથા પ્રવાસી મિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ૧૮૧ અભયમ હેલ્પ લાઇન વિશે માહિતી આપવામાં આવી હતી. બાળ સુરક્ષા એકમના પ્રોબેશન ઓફીસર દ્વ્રારા બાળકોના અધિકારો વિશે તેમજ જુવિનાઇલ જસ્ટીટ કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application