સેલવાસનાં નરોલી ખાતે આવેલ ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં નોકરી કરતો અને કિલવણી નાકા પાસે ચૈતન્ય હોસ્પિટલની બાજુમાં રહેતો અનિલકુમાર દુર્ગા યાદવ (ઉ.વ.29) જે ગતરોજ રાબેતા મુજબ કંપનીમાં સવારે 9.15 વાગે અનિલ કંપનીમાં એફ.વાય.ઓટો વેરહાઉસ ગોડાઉનમાં સીડી ઉપર ચઢી કામ કરી રહ્યા હતા. તે સમયે આશરે 40 ફુટ ઉપરથી પગ લપસી જતા તે જમીન ઉપર પટકાયો હતો અને માથા તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં તે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બપોરે તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઇએ વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application