વલસાડ જિલ્લાનાં પોલીસ હેડ કવાટર ખાતે મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સેલ્ફ ડિફેન્સની 15 દિવસની તાલીમ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જોકે 15 દિવસના 3 બેચમાં કુલ 45 દિવસમાં 160 જેટલા મહિલા પોલીસ પોલીસ અધિકારી અને કર્મચારીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. પોલીસ વિભાગમાં ફરજ દરમ્યાન પોલીસ અધિકારી અને કર્મચારીઓ સમાજના રક્ષણ માટે બ્લોક, પંચ, કિક, એલ્બો તેમજ તેમના મુશ્કેલ સમયમાં પોતાનો સ્વબચાવ તથા જનતાનો સ્વબચાવ કરી શકે તેવી વિવિધ બચાવની ટેકનીકસ શિખવવામાં આવી હતી. વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહિલા પોલીસ અધિકારી/કર્મચારીને સેલ્ફ ડિફેન્સની 45 દિવસની કરાટેની તાલીમ આપવામાં આવી.
આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે અસોસીએશનના ફાઉન્ડર ક્યોશી મનોજ જી પટેલ દ્વારા મહિલા પોલીસ અધિકારી/કર્મચારીને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં 15-15 દિવસના 3 બેચમાં મહિલા પોલીસને તાલીમ આપવામાં આવી, આમ કુલ 160 મહિલા પોલીસને 45 દિવસની તાલીમ આપવામાં આવી. તાલીમ દરમિયાન મહિલા પોલીસને વિવિધ સેલ્ફ ડિફેન્સના બ્લોક, પંચ, કિક, એલ્બો તેમજ તેમના મુશ્કેલ સમયમાં પોતાનો સ્વબચાવ તથા જનતાનો સ્વબચાવ કરી શકે તેવી વિવિધ બચાવની ટેકનીકસ શિખવવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ મહિલા પોલીસનો આત્મા વિશ્વાસ વધે, ફીઝીક્લી ફીટનેશ સ્વાસ્થ્ય જળવાય રહે તેમજ પોતાની અંદર રહેલો આત્મવીશ્વાસ વઘે એમ હતો. તાલીમ બાદ તમામ મહિલા પોલીસ કર્મીએ ક્યોશી મનોજ પટેલે આપેલી ટ્રેનીંગનું ડેમોસ્ટેશન રજૂ કરીને પોલીસ જવાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500