કોંગ્રેસના ઉમેદવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ બેઠક પર EVMનું શીલ ખુલ્લું જોઈને ભરત સોલંકીએ હોબાળો મચાવ્યો હતો. આજે વિધાનસભાની ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરીણામમાં ભાજપને બહુમતી મળી છે. વહેલી સવારથી મતદાનને લઈને ગણતરી શરુ કરાઈ હતી ત્યારે EVMનું શીલ ખુલ્લું હોવાનો આક્ષેપ કરી ભરત સોલંકીએ હોબાળો મચાવ્યો હતો.
વિધાનસભાની 6 બેઠકો ધરાવતી કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકીએ ભુજમાં ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામેના ગંભીર આક્ષેપો સામે નારાજગી વ્યક્ત કરીને કેન્દ્રની અંદર ધરણા શરૂ કર્યા હતા. આ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.રાઉન્ડ 5 દરમિયાન EVM મશીનના શીલ તૂટેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, EVM સાથે છેડછાડના ગંભીર આરોપો લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ તેમણે બેલ્ટ વડે તેમનું ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
એટલું જ નહીં, EVM સાથે છેડછાડના ગંભીર આરોપો લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ તેમણે બેલ્ટ વડે તેનું ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ઘટના બાદ તૈનાત પોલીસે તેમને અટકાવ્યા હતા. આ સાથે તેમને કહ્યું કે, હું મીઠામાં જન્મ્યો હતો અને મીઠામાં જ મરીશ. જો જરૂર પડે તો હું આજે પણ મીઠાના અગરમાં જઈને રામ કરી શકું છું. તેમ તેમણે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500