તાપી જિલ્લા સહિત સોનગઢ તાલુકામાં કેટલીક સહકારી મંડળીઓમાં ખેડૂતો વહેલી સવારથી પુરુષ અને મહિલાઓ ખાતર માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. જેને લઈ ખાતર ન મળતા ખેડૂતો અને મંડળીઓના સભ્યોમા વારંવારની ફરિયાદ ઊઠી રહી છે.
તાપી સહિત સોનગઢ તાલુકામાં હાલમાં વરસાદની સીઝન ચાલુ થતાં સોનગઢ તાલુકાના ખેડૂતો મંડળીઓ દ્વારા મંડળીઓના સભાસદો માટે અને ખેડૂતો માટે ખાતર મંગાવવામાં આવે છે. જે ખાતર દરેક સભ્યો, સભાસદોને પહેલા આપવામાં આવે છે. ત્યારબાદ આ વિસ્તારના તમામ ખેડૂતોને આપવામાં આવે છે. તેવુ દરેક મંડળીઓ નક્કી કરવામાં આવેલ છે. દરેક મંડળીઓમાં ખાતર સમયસર આવે છે. પરંતુ ખેડૂતોને આ ખાતર સમયસર ન મળતા લાંબી લાંબી કતારોમાં પુરુષ અને મહિલાઓ ઊભા રહી રાહ જોવી પડી રહી છે. ઘણા ખેડૂતોને ખાતર નહી મળ્યાની ફરિયાદો ઊઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application