Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓએ 600 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 14ને પકડી પડ્યા

  • April 29, 2024 

ગુજરાતના દરિયાકાંઠા નજીકથી ડ્રગ્સ ઝડપાયું ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી, બાતમીના આધારે કાર્યવાહી કરતા NCB અને કોસ્ટ ગાર્ડએડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓ દ્વારા આશરે 90 કિલોના ડ્રગનાજથ્થા સાથે 14 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આશરે 600 કરોડની કિંમતનાં ડ્રગ્સની સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી.


ગુજરાતના દરિયાકાંઠા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સઝડપાયું છે. સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એ ટી એસસાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application