Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પટનામાં તારીખ 23 થી 25 ઓગષ્ટ સુધી ધારા 144 લાગુ કરાઈ

  • August 23, 2022 

બિહારની રાજધાની પટનામાં તારીખ 23 થી 25 ઓગષ્ટ સુધી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરના ડાકબંગલા સ્ક્વેર, ગાંધી મેદાન, બેઈલી રોડ અને બોરિંગ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણા-પ્રદર્શનની અનુમતિ આપવામાં આવશે નહીં. જોકે સોમવારે શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. પટના DM ચંદ્રશેખર સિંહે કહ્યું કે, સોમવારે શિક્ષક ઉમેદવારો પર થયેલા લાઠી ચાર્જનાં મામલામાં તપાસ ચાલી રહી છે.




આ અંગે એક સમિતિની રચના કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ યોગ્ય ફોરમમાં પોતાની વાત રજૂ કરે. તેમજ ધરણા માટે પૂર્વ નિર્ધારિત સ્થળે જ પ્રોટેસ્ટ કરો. DMએ કહ્યું કે, 25 ઓગસ્ટ સુધી ગાર્ડનીબાગ સિવાય પટના સદર સબ-ડિવિઝનના કોઈપણ વિસ્તારમાં ધરણા-પ્રદર્શન કે સરઘસની મંજૂરી નથી.




બિહારના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષક ભરતી ઉમેદવારો સોમવારે રાજધાની પટના પહોંચ્યા અને નિમણૂકની માંગ સાથે ડાક બંગલા ચોકડી પર પ્રદર્શન કર્યું હતું. પોલીસે તેમને હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નહીં માન્યા. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો અને પોલીસે તેમને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application