Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોવિડ-19નાં વધતા કેસના અનુસંધાને નોઈડામાં તારીખ 31મી મે સુધી કલમ 144 લાગુ

  • May 02, 2022 

દેશમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત પ્રતિબંધો વધી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લીધું છે. કોરોનાના કેસમાં વધારો અને આગામી તહેવોરોની સિઝનને જોતા તંત્ર તરફથી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. હાલમાં આ ધારા તા.31 મે સુધી લાગુ કરવામાં આવી છે સાથે જ ગૌતમ બુદ્ધ નગર કમિશનરેટના જણાવ્યા પ્રમાણે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.



દિલ્હીમાં કોરોનાના કેસોમાં એક વખત ફરી વધારો થઈ રહ્યો છે જેણે નોઈડામાં ચિંતા વધારી દીધી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,485 નવા કેસ નોંધાયા છે. ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનરેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના કોઈને વિરોધ પ્રદર્શન કે ભૂખ હડતાળ કરવાની મંજૂરી આપવામાં નહીં આવશે. જાહેર સ્થળોએ પૂજા અને પ્રાર્થના કરવાની પણ મંજૂરી આપવામાં નહીં આવશે. આ સાથે પોલીસે કહ્યું કે, સ્કૂલોમાં પરીક્ષા દરમિયાન કોવિડ-19 ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉચિત રૂપથી પાલન કરાવવું પડશે.



આ સાથે પરીક્ષા કેન્દ્રોના પરિસર અને આસપાસના વિસ્તારોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર સખ્ત પ્રતિબંધ રહેશે તેમ પણ જણાવાયું હતું. દુકાનદારોને ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના લાઉડ સ્પીકર અથવા આવા કોઈપણ સાધનો વેચવા અથવા ભાડે આપવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે, ભારતમાં હાલમાં કોરોનાના 19,500 સક્રિય કેસ છે. સક્રિય કેસ હવે દેશમાં કુલ કેસના 0.04 ટકા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application