Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર ખાતે G-20ની બીજી બેઠક યોજાશે : 11 આમંત્રિત દેશો સાથે G-20 સભ્ય દેશોનાં 130 પ્રતિનિધિઓ ભાગ લેશે

  • March 27, 2023 

આ વખતે ભારત જયારે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેના અંતર્ગત, 11 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે G-20 સભ્ય દેશોનાં 130 પ્રતિનિધિઓ G-20 એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની આજથી શરૂ થતી બીજી બેઠકમાં ભાગ લેશે. આ બેઠક 29 માર્ચ સુધી ગાંધીનગર ખાતે યોજાશે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, અડાલજ વાવમાં ભારતની પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રથાઓનું પ્રદર્શન કરવામાં આવશે પ્રાચીન વાવડી અને સાબરમતી સાઈફનમાં બારતના એન્જિનિયરિંગ કૌશલનું પ્રદર્શન કરાશે.






આજથી ગાંધીનગરમાં શરૂ થનારી ત્રણ દિવસીય બેઠકમાં જમીનમાં વધતા નુકશાનો રોકવા, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનને વેગ આપવા અને જૈવ વિવિધતાને સમૃદ્ધ બનાવવા, સંસાધન કાર્યક્ષમતા અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા અને ક્લાયમેટ ફ્રેન્ડલી બ્લુ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, કોન્ફરન્સ જળ શક્તિ મંત્રાલયનાં નેતૃત્વમાં જળ સંસાધન વ્યવસ્થાપન પર એક સાઈડ ઈવેન્ટ સાથે શરૂ થશે, જ્યાં G-20 સભ્ય દેશો આ વિષય પર શ્રેષ્ઠ પ્રથાઓ પર પ્રસ્તુતિઓ કરશે. અંતિમ દિવસે વધુ ટેકનિકલ સત્રો થશે અને અંતિમ મંત્રી સ્તરીય સંચારની રૂપરેખા પર ચર્ચા થશે. બેઠક દરમિયાન, જલ શક્તિ મંત્રાલય હેઠળની વિવિધ સંસ્થાઓ અટલ ભુજળ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, જળ જીવન મિશન, નમામિ ગંગે, જળ શક્તિ અભિયાન, રાષ્ટ્રીય જળ મિશન વગેરે જેવા વિષયો પર સ્ટોલ લગાવશે અને પ્રતિનિધિઓને ઉચ્ચ ગુણવત્તાની કામગીરી વિશે માહિતગાર કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application