Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢમાં કમોસમી વરસાદ અને રાજસ્થાનમાં કરા પડતા પાકને ભારે નુકસાન

  • December 30, 2021 

છત્તીસગઢના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે અધિકારીઓને વરસાદને કારણે કૃષિ પાકો અને મકાનોને થયેલા નુકસાનની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેતરોમાં પાકને નુકસાન થયું છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં વીજળી પડતા 3 લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં વરસાદ દરમિયાન વીજળી પડતા કુકડા ચિમન ગામમાં 3 લોકોના મોત થયા હતાં. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, પીડિતો સાંજે ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વરસાદ શરૂ થઇ ગયો હતો અને આ દરમિયાન વીજળી તેમના પર વીજળી પડી હતી. મૃતકોના પરિવારજનોને નિયમ મુજબ 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.છત્તીસગઢના રાયપુર, દુર્ગ, કોરબા અને રાજનંદગાવ જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજસ્થાનના કોટા, દાબોક, ધોલપુર અને ચિત્તોરગઢમાં વરસાદ પડતા લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. ચુરુમાં આજે લઘુતમ તાપમાન 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. સિકર જિલ્લાના ફતેહપુરમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.  કાશ્મીરના ગુલમર્ગમાં માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. જોકે ગતરોજ તાપમાન માઇનસ 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.સિક્કિમના ઉંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઇ હતી અને ભારે બરફ વર્ષાને કારણે સિક્કિમના અનેક માર્ગો બંધ થઇ ગયા હતાં. ગેંગટોકમાં લઘુતમ તાપમાન 3.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ આજે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પંજાબના મોગામાં સૌથી ઓછું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હરિયાણાના હિસાર, સિરસા અને નનોલમાં લઘુતમ તાપમાન અનુક્રમે 5, 4, અને 6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જોકે દિલ્હીમાં સવારે ધુમ્મસના વધુ પ્રમાણ વચ્ચે લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application