અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે, આ હેલિકોપ્ટર સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું છે. તે એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. અહેવાલો અનુસાર, અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર મિગિંગ ગામમાં ક્રેશ થયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ અકસ્માત સ્થળ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, રેસ્ક્યૂ ટીમને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે.
જોકે મહત્વનું એ છે કે, ઉત્તરાખંડમાં તા.18 ઓક્ટોબરનાં રોજ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. જેમા પાયલટ સહિત 7 લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનાં કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી.આ હોલિકોપ્ટર એક આર્યન કંપનીનું હતું. ખરાબ હવામાન હોલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. મૃતકોમાં 3 છોકરી ગુજરાતના ભાવનગરની હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500