સુરતના સચિન વિસ્તારમાંથી બે જૂથ વચ્ચે મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,જેમાં બાઇક પર હથિયાર સાથે આવેલા કેટલાક માથાભારે શખ્સોએ ટાઇલ્સ તેમ જ ગાડીઓના કાચ તોડીને આતંક મચાવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મીડિયા અહેવાલ અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. કોઈ બાબતને લઈ બે જૂથના સભ્યો એકબીજાની સામે આવી ગયા હતા અને મારામારી કરી હતી. અનિલ કોળી અને તેના સાગરિતો દ્વારા સ્લમ બોર્ડ વિસ્તારમાં અમિત ભરવાડ નામના યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મારામારીની ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કેટલાક શખ્સો બાઇક પર આવીને વિસ્તારમાં પાર્ક ગાડીઓના કાચ તોડતા દેખાય છે.આતંક મચાવી સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા કરવાની કોશિશઆ મારામારીની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસના ખોફ વિના કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં આતંક મચાવી સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ આદરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application