Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કુલ સંચાલકોની હલકટાઈ!! સોનગઢમાં સ્કુલના ટ્રસ્ટીએ આદિવાસી વિદ્યાર્થીને લાફા માર્યા, ગાલ ઉપર સોજો આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • January 28, 2023 

સોનગઢમાં એક સ્કુલના સંચાલકે જાણે પોતાની માનસિકતા ગુમાવી હોય તે રીતે પોતાના ચેમ્બરમાં એક આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીના ગાલ ઉપર ૧૦થી ૧૫ લાફા માર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.




ઘરે જઇને તારા પિતાજી તને પૂછે તો કહેજે કે, મને બે થી ત્રણ જ થપ્પડ માર્યા છે.

મળતી માહિતી મુજબ સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં આવેલ યુનિક વિદ્યા ભવન વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે, આ સ્કુલના સંચાલકે હવે પોતાની માનસિકતા ગુમાવી બેઠા હોય તેમ તેમની જ સ્કુલના આઠમાં ધોરણમાં અભ્યાસમાં કરતો ધ્રુવકુમાર ગામીત નામના આદિવાસી વિદ્યાર્થીને પોતાના ચેમ્બરમાં બોલાવી ૧૦થી ૧૫ જેટલા થપ્પડ માર્યા હતા, એટલું જ નહીં આ સ્કુલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને ધમકી આપતા કહ્યું હતું કે, ઘરે જઇને તારા પિતાજી તને પૂછે તો કહેજે કે, મને બે થી ત્રણ જ થપ્પડ માર્યા છે.




પરિવારજનોએ સોનગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી

સ્કુલના ટ્રસ્ટીના આ વ્યવહારથી ડરી ગયેલા ધ્રુવકુમારે સાંજે પોતાના ઘરે રડતા મોઢે પરિવારજનોને સમગ્ર બાબતે જાણ કરતા માતા-પિતાના પગ તળેથી જાણે જમીન ધસી ગઈ હતી, પોતાના વ્હાલ સોયા બાળકને સ્કુલમાં માંગ્યા મજુબના રૂપિયા આપી એક સારા અભ્યાસ ખાતર મુક્યો હતો, જોકે સ્કુલના ટ્રસ્ટીએ સામાન્ય બાબતે બાળકને લાફાઓ મારતા ધ્રુવકુમારના ગાલ પર સોજા આવી ગયા હતા, જેની બાદમાં પરિવારજનોએ સોનગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. બાદમાં ધ્રુવકુમારના ગાલ પરથી સોજા ઉતરતા ધ્રુવના પિતાએ યુનિક વિદ્યા ભવન સ્કુલના ટ્રસ્ટી ધર્મેશ જ્ઞાનચંદાની વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.





નગરજનોએ આવા આગેવાનોને ઓળખી લેવાની જરૂર છે, જેઓના નામ પણ તાપીમિત્ર પાસે છે​..

બીજી તરફ બનાવની જાણ સોનગઢના કહેવાતા આગેવાનોને થતા ધ્રુવકુમારના પિતાને ફરિયાદ પાછી ખેંચી લેવામાં માટેના મરણીયા પ્રયાસો કર્યા હતા. જેઓના નામ પણ તાપીમિત્ર પાસે છે, આ આગેવાનો પોતાના સ્વાર્થ માટે હંમેશા હલકા લોકોના પક્ષમાં સમાધાન કરાવાવની ભૂમિકા ભજવતા હોય છે, નગરજનોએ આવા આગેવાનોને ઓળખી લેવાની જરૂર છે.




મામલો શું હતો ??

ગત તા.૨૩મી જાન્યુઆરી ૨૦૨૩ નારોજ યુનિક વિદ્યા ભવન સ્કુલના આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો ધ્રુવકુમાર ગામીતના ક્લાસ રૂમમાં બપોરના સમયે તમામ વિદ્યાર્થીઓની સ્કુલબેગ અને ખિસ્સા ચેક કરવામાં આવ્યા હતા, તે દરમિયાન એક અન્ય વિદ્યાર્થીના જેકેટના ખિસ્સામાંથી મિરાજની પડીકી મળી આવી હતી, જોકે એ વિદ્યાર્થીને ચેતન નામના ટીચરે પ્રિન્સીપાલના ઓફિસમાં લઈ ગયા બાદ પરત મોકલી આપ્યો હતો,





 ધર્મેશ જ્ઞાનચંદાનીએ આ આદિવાસી વિદ્યાર્થીને ૧૦થી ૧૫ લાફા માર્યા

જોકે બાદમાં સાંજના સમયે પ્રિયતા નામની સ્કુલ ટીચરે ધ્રુવકુમારને જણાવેલ કે, જે વિદ્યાર્થીના જેકેટના ખિસ્સા માંથી મિરાજની પડીકી મળી હતી જેથી મિરાજ ખાવાની બાબતમાં તારું પણ નામ આવ્યું છે, તેવું કહી ટ્રસ્ટીના ચેમ્બરમાં ધુર્વકુમાર ગામીતને લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ટ્રસ્ટી ધર્મેશ જ્ઞાનચંદાનીએ ધ્રુવકુમારને “તું પણ મિરાજ ખાય છે ?? ” પૂછતા ધ્રુવકુમારે ના પાડતા ધર્મેશ જ્ઞાનચંદાનીએ આ આદિવાસી વિદ્યાર્થીને ૧૦થી ૧૫ લાફા માર્યા હતા. જોકે સમગ્ર બાબતે સોનગઢ પોલીસ દ્વારા સ્કુલના ટ્રસ્ટી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application