હરિયાણાનાં પંચકુલામાં શનિવારે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અહેવાલો અનુસાર, સ્કૂલ બસનો ડ્રાઈવર તેજ ગતિએ બસ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન મોરની નજીક ટીકર તાલ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાઈમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પંજાબના માલેરકોટલામાં આવેલી નનકાના સાહિબ સ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો ફરવા માટે પંચકુલાના મોરની હિલ્સ જઈ રહ્યા હતા. જોકે બસ અચાનક પલટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application