માહિતી વિભાગ દ્વારા ડાંગ, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસ આહવા તાલુકાની પ્રાથમિક શાળા બોરખેત, આંબાપાડા અને તાલુકા શાળા-આહવા ખાતે આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દિપકભાઈ પિંપળેના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને સ્કુલ બેગ, નોટબુક સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી બાળકોને પણ ઇનામ, પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીના વાલીઓ સાથે વાર્તાલાપ કર્યા બાદ શાળા કેમ્પસમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આવા તાલુકા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત આહવા તાલુકા મામલતદાર, આહવા તાલુકા ભાજપ મહામંત્રી, તાલુકા સદસ્ય, આહવાના સરપંચ, ડાંગ ભાજપ મંત્રી, સી.આર.સી., શાળાના આચાર્યો, શિક્ષકગણ, આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500