Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નલધરી પ્રા.શાળા અને હીરાપોર ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

  • June 29, 2024 

વાલીયા તાલુકાની નલધરી અને હીરાપોર પ્રા. શાળા ખાતે ઝઘડીયા વિધાનસભા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્યશ્રીએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના ભૂંલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં મહત્વનો પડાવ શાળા પ્રવેશ છે. સરકારે ઉજવણીનું સ્વરૂપ આપી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. બાળકને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કરવામાં આવે છે. તેમણે નવી પેઢીને તૈયાર કરવાની જવાબદારી વાલીઓ અને શિક્ષકોની છે.


હાલના સમયની માંગ શિક્ષણ છે. શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે. એટલે આપણી સૌની સહિયારી જવાબદારી છે સૌ શિક્ષણ મેળવે જેથી ઉજ્જવળ ભારતનું નિર્માણ થાય. વધુમાં વાલીઓને ટકોર કરતા કહ્યું કે, બાળકોને ભણાવવાએ ફક્ત શિક્ષકોની જવાબદારી નથી પણ વાલી મિત્રોની પણ છે. શાળામાં શિક્ષકો ભણાવે છે, બાદમાં ઘરે પણ વાલીઓ પોતાના બાળકને લઈને બેસવું જોઈએ જેથી બાળકના શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી શકાય. આ ઉપરાંત 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાની વિગતવાર જાણકારી આપીને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.


કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રા.શાળા નલધરી ખાતે શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન આરોગી બાળકોને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી. ધારાસભ્યએ શાળામાં ક્લાસરૂમની મુલાકાત લીધી હતી. તેમજ ધારાસભ્યએ SMCના સભ્યો સાથે બેઠક કરી શાળાની વ્યવસ્થાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી. કાર્યક્રમના અંતે નલધરી પ્રા.શાળા અને હીરાપોર પ્રાથમિક શાળા ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application